મકરસંક્રાંતિ પર્વમાં દ્વારકામાં જરૂરિયાત મંદ ૨૦૧ પરિવારને અન્નદાન સંપન્ન
શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી જલારામ મંદિર દ્વારકા દ્વારા યજમાન મે. રૂઘાણી બ્રધર્સ શ્રી કાંતિભાઈ રૂઘાણી તથા રૂઘાણી પરિવાર, મુંબઈ ના સહયોગથી ૨૦૧ જરૂરિયાતમંદ પરિવારને અનાજ કીટ, ધાબળા, સ્ટીલ લોયા, તલસાંકળી, ખીચડાનું વિતરણ યજમાન પરિવારની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. મુંબઈ થી આવેલ યજમાન પરિવાર તથા સાઉથ આફ્રિકા થી આવેલ પ્રકાશ ત્રિકમ પરિવારનું શ્રી દ્વારકાધીશજી ના ઉપરણા તથા મોમેન્ટો દ્વારા ટ્રસ્ટી મંડળ ના સભ્ય શ્રી અશ્વિનભાઈ ગોકાણી , શ્રી કે. જી. હિંડોચા , શ્રી નટુભાઈ રૂપારેલિયા તેમજ શ્રી ઈશ્વરભાઈ ઝાંખરિયા દ્વારા સ્વાગત સહ સન્માન કરેલ.